પીએમ મોદીના આવાસની ઉપર ડ્રોન દેખાયાની માહિતી મળતા ખડભડાટ મચી ગયો છે. ત્યારે આ મામલે તાત્કાલિક SPGએ દિલ્લી પોલીસને કરી જાણ કરી છે અને ડ્રોન મામલે તપાસ શરુ કરી છે
મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે વડાપ્રધાન મોદીના આવાસની ઉપર ડ્રોન જોવા મળ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીનું આવાસ નો ફ્લાઈંગ ઝોન અને નો ડ્રોન ઝોન હેઠળ આવે છે. આવી સ્થિતિમાં અહીં ડ્રોન જોવા મળ્યાની માહિતીને પગલે ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હોવાની જણાવવામાં આવી રહી છે