-
2014 અને તે પહેલા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની સામે મોરચો માંડવા આખી ભાજપમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ એમ હવે કહેવાય છે. મોદીએ ભાજપને ગુજરાતમાં વર્ષો સુધી સત્તાનો મધમધતો રસ ચખાવીને પીએમ માટે ભાજપને એક કરી અને ઇચ્છીત પરિણામ મેળવ્યું. તેમ કોંગ્રેસમાં રાહુલ અને સોનિયા ગાંધીએ કાર્યકરોની માંગને ધ્યાનમાં રાખીને અને કોંગ્રેસને 44 બેઠકોથી ફરી 200 પર પહોંચાડવાની લાંબા ગાળાની નીતિના ભાગરૂપે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારતા જ કોંગ્રેસમાં જાણે કે નવી ઉર્જા અને ઉજાસ ફેલાવ્યો હોય તેમ સૌ કોઇએ ઉત્સાહભેર વધાવી લઇને જે જોમ-જુસ્સો બતાવ્યો એવો જ જોમ જુસ્સો 2014માં મોદીને કારણે હતો.
પ્રિયંકાના આવવાથી કોંગ્રેસે ભાજપની સામે અડધી લડાઇ તો આજની તારીખમાં જીતી લીધી અને હવે મોદી સરકાર સીબીઆઇ વગેરે.ને આગળ કરીને પ્રિયંકાના પતિ રોબર્ટ વાઢેરાને જેટલા હેરાન કરશે કે પ્રિયંકા વિશે અભદ્ર બોલશે તો પ્રિયંકા પ્રત્યે મહિલાઓની સહાનુભૂતિ વધશે. રાહુલ ગાંધી અંગે એલફેલ બોલીને ભાજપે 3 રાજ્યો ગુમાવ્યા અને ગુજરાત માંડ માંડ બચ્યું છે. અને હવે જો ભાજપ ટીમ પ્રિયંકાની સામે રાહુલની જેમ એલફેલ ટીપ્પણી કરશે તો ભાજપ માટે તે બૂમરેંગ સાબિત થઇ શકે તેમ છે.
પ્રિયંકાના ચહેરા પર જે તેજ અને આભા છે તે મતદારોને કોંગ્રેસની તરફ ખેંચી લાવે તો પણ નવાઇ નહીં. ભારતનો સામાન્ય મતદાર હજુ પણ ગાંધી પરિવારમાં વિશ્વાસ ધરાવતો ના હોત તો 3 રાજ્યોમાં ભાજપ ફરી સત્તા પર હોત. ગાંધી-નેહરૂ પરિવાર પ્રત્યે મતદારોનું બોન્ડીંગ વધુ મજબૂત બનાવવામાં પ્રિયંકા ગાંધીનો કરિશ્માઇ ચહેરો નિર્ણાયક સાબિત થઇ શકે તેમ છે. ભાજપ અને મોદી-શાહની જોડીએ રાહુલ ઉપરાંત હવે પ્રિયંકાની સામે અલગથી મોરચો ખોલવો પડશે. રાહુલને જવાબ આપવા જેમ મંત્રીઓની કે પ્રવક્તાની ટીમની રચના થાય તેમ રાહુલ અને પ્રિયંકા એક જ સમયે બે અલગ અલગ મુદ્દાઓને લઇને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરે તો તેનો જવાબ આપવા માટે ભાજપે હવે બે ટીમો બનાવવી પડે અને પ્રિયંકાને જવાબ આપવા મહિલા નેતાઓને મેદાનમાં ઉતારવા પડે.
રાહુલ ગાંધીને તાડૂકીને અને ઉતારી પાડવાની મુદ્રામાં બોલતા મહિલા મંત્રી નેતા પ્રિયંકાને એવા ટોનમાં જવાબ આપશે તો પ્રિયંકાના ખાતામાં લાભ જમા થશે. સપા-બસપા અને ખુદ રાહુલ ટીમ એમ કહેતી હોય છે કે અમે તો આ બધુ મોદીમાંથી શિખ્યા છીએ. એટલે મોદીએ 2014માં જે તમામ પત્તા વાપરી નાંખ્યા અને હવે નવા પત્તાની કેટનો કોઇ અત્તોપત્તો નથી તેમ તેમણે હવે માતા-પુત્ર અને પુત્રીની સામે મોરચો માંડવાનો છે. પ્રિયંકાની બરાબરી કરી શકે એવા કોઇ કરિશમાઇ પ્રતિભા ધરાવનાર કોઇ યુવા ચહેરો આજની ઘડીએ તો ભાજપમાં નજરે નથી. પણ હવે યે રાહ નહીં આસાન...ની જેમ પ્રિયંકાને કારણે ભાજપના સમીકરણો ખૂબ ઝડપથી બદલાઇ જશે. નેહરૂની સાથે મોદીએ હવે પ્રિયંકાની ઓથે ઇન્દિરા ગાંધીને પણ વારંવાર યાદ કરવા પડશે...!