Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી ફિલ્મોમાં ખાસ કરીને જોઈએ તો હાલનો તબક્કો રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોનો છે. તેમાંય એક નામ ઉમેરાયું છે અર્બન મુવી, આ તમામ વાડાઓની વચ્ચે હવે એક એવી ફિલ્મ તૈયાર થઈ ગઈ છે જે સાહિત્યને આધારે દર્શકોને સત્યકથાથી વાકેફ કરાવશે. મૂળ ગુજરાતી નાટક "ચિત્કાર" આ નાટકનું પહેલું આયોજન વર્ષ 1983 માં થયું હતું અને ભારત અને વિદેશમાં 25 વર્ષ સુધી આ નાટક ભજવાયું હતું અને તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સુપર-હિટ નાટક હવે જૂની તથા નવી પેઢી માટે સિલ્વર-સ્ક્રીન પર ફિલ્મ સ્વરૂપે રજૂ થવા જઈ રહ્યું છે એ તમામ ઑડિયન્સ માટે જે કન્ટેન્ટ આધારિત ફિલ્મને પસંદ કરે છે.

ચિત્કાર એ એક પેરાનોઇડ સ્કિઝોફ્રેનિક છોકરી રત્ના વિશેની વાર્તા છે, જે હિંસક દોર સાથે વિભાજીત વ્યક્તિત્વ ધરાવે છે. સિનિયર સાયકિયાટ્રીસ્ટ્સ મુજબ, તેની માંદગીનો ઉપચાર કરવો અશક્ય છે. ડૉ. માર્કન્ડ એક તેજસ્વી મનોચિકિત્સક છે, જે તેમની કારકિર્દી અને દર્દીઓ માટે સમર્પિત છે તેઓ રત્નાના કેસ વિશે જાણે છે અને રત્નાની સારવાર ને એક પડકાર તરીકે સ્વીકારે છે અને તેને સામાન્ય જીવન જીવવાની તક આપે છે. આ એક સ્કિઝોફ્રેનિક દર્દી રત્ના અને તેની સારવાર કરતી વખતે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરતા ડૉક્ટર વિશેનો પ્રવાસ છે.

ચિત્કાર એ માનવ સંબંધો અને લાગણીઓને દર્શાવતી સુપ્રસિદ્ધ વાર્તા છે. જેમાં સુજાતા મહેતા અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકારોએ પોતાનો ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે.. સુજાતા મહેતા કદાચ એકમાત્ર એવા અભિનેત્રી છે કે જેઓ એક જ પાત્રને ખુબ જ લાંબા સમય સુધી સ્ટેજ પર નિભાવવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે અને હવે તેઓ ફિલ્મમાં પણ તે જ પાત્ર ભજવી રહ્યા છે. તેમનું પાત્ર અને તેનો પ્રભાવ એટલા તીવ્ર છે કે ડોકટરોએ તેમના મગજ પર આની અસર ના થાય એ માટે વારંવાર આ નાટક ભજવવા બાબતે ટકોર કરી છે. હિતેન કુમારે આ નાટકમાં એક નાનાં પાત્રની ભજવણી અને બેક-સ્ટેજ ક્રૂ એમ બમણી જવાબદારી સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સપોર્ટ કાસ્ટમાં દીપક ઘીવાલા.

ચિત્કાર, લતેશ શાહ લિખિત તથા દિગ્દર્શિત જેમણે આ સત્ય ઘટના આધારિત વાર્તાને આ પહેલા નાટક રૂપે રજૂ કરી છે. આ ફિલ્મનું નિર્માણ લતેશ શાહ, ખુશાલ રંભીયા, ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા દ્વારા કરવામાં આવ્યું છે, સ્ટોરી, સ્ક્રીનપ્લે અને સંવાદો લતેશ શાહ દ્વારા લખવામાં આવ્યા છે. રજત ધોળકિયાએ ફિલ્મનું સંગીત આપ્યું છે. ચિત્કારના ગીતો ભગવતી કુમાર શર્મા, અનિલ ચાવડા, કવિ ઘનશ્યામ ગઢવી, રજત ધોળકિયા અને લતેશ શાહે લખ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ