ભાજપે શનિવારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યમાં તેના ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જ્યારે અનેકની ટિકિટ કેન્સલ થઈ અને એવા અનેક નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા કે તેમને લઈને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે પાર્ટી દ્વારા ટિકિટોની વહેંચણી તો કરી દેવામાં આવી પરંતુ પાર્ટીમાં જ તેને લઈને બળવો શરૂ થઈ ગયો છે.