ગુજરાતમાં ભાજપ દ્વારા હવે ગુજરાત કેબિનેટના વિસ્તરણ કરવાની ગતિવિધિ શરૂ થઈ હોવાનું મનાય રહ્યું છે અને ગાંધીનગર માં આ વાત હાલ ચર્ચાના એરણ ઉપર છે તેવે સમયે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરતા ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે ત્યારે નવા મંત્રી મંડળમાં સ્થાન અને કોને નહિ મળે તે અંગે ચર્ચાઓ ઉઠી રહી છે ,ગુજરાતની નવી કેબિનેટમાં ગુજરાત ભાજપના પૂર્વપ્રમુખ જીતુ વાઘાણીનો સમાવેશ કરવામાં આવી શકે છે એટલું જ નહીં પરંતુ આત્મારામ પરમારને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
ગાંધીનગરના રાજનૈતિક વર્તુળોમાં હાલ ચર્ચા છે કે, ઇશ્વર પરમાર, આરસી ફળદુને નવી કેબિનેટમાંથી પડતા મુકાઈ શકે છે. એટલું જ નહીં પરંતુ મહામારીમાં સુરતમાં હાલ જે રીતની સ્થિતિ છે તે જોતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીને પણ પડતા મુકાવામાં આવી શકે તેવી સંભાવના છે.
આત્મરામ પરમાર અને વાધાણીની મંત્રીમડળમાં સમાવી શકે તેવી અટકળો ચાલી રહી છે,આજે કેબિનેટની મિટિંગ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળવા પહોંચ્યા હતા. રૂપાણીની રાજ્યપાલ સાથેની મુલાકાતને પગલે અનેક અટકળો તેજ થઈ ગઈ હતી. મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાએ હાલ વેગ પકડ્યો છે. આમ ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ ના પ્રમુખ ની વરણી બાદ હવે કેબિનેટ ના વિસ્તરણ મામલે રાજકારણ ગરમાયુ છે.