કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીના નવા ટ્વીટે હલચલ મચાવી દીધી છે. તેમણે આ ટવીટમાં જણાવ્યું છે કે ભારત જોડો યાત્રા અને ભારત ન્યાય યાત્રાની સફળતા બાદ હવે ભારત ડોજો યાત્રા કરવામાં આવશે. ડોજો મેડિટેશન, જિઉ-જિત્સુ, ઐકિડોના સંયોજનનું બનેલું માર્શલ આર્ટ્સ ફોર્મેટ છે. રાહુલ ગાંધી યુવાનો ઝડપથી ફિટનેસ મેળવે અને તેની શારીરિક સમૃદ્ધિમાં વધારો થાય તેના માટે આમ કરવા માંગે છે.