રાજસ્થાનમાં ચાલી રહેલો રાજકીય ઘમાસાણ સતત વેગ પકડી રહ્યો છે. કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સચિન પાયલટ ની વિરુદ્ધ કાર્યવાહીને લઈ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ત્યારબાદ તરત જ પાયલટને મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા. કાર્યવાહી બાદ સચિન પાયલટે ટ્વિટ કર્યું, સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં.
કાર્યવાહી પહેલા સચિન પાયલટ અને તેમના સમર્થકોએ અશોક ગહલોત ને મુખ્યમંત્રી માનવાથી ઇન્કાર કરી દીધો હતો. સૂત્રોના હવાલાથી એવા પણ સમાચાર આવી રહ્યા છે કે પાયલટે કૉંગ્રેસ નેતૃત્વની સામે પોતાને મુખ્યમંત્રી બનાવવાની શરત મૂકી હતી. ત્યારબાદ પાયલટ અને કૉંગ્રેસ હાઇકમાનડના નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાતચીત અટકી ગઈ હતી.