બાલાકોટ એરસ્ટ્રાઇક પછી આર્મી ચીફ જનરલ બિપિન રાવતે સરકારને સ્પષ્ટ કહ્યું હતું કે, સેના પાકિસ્તાન અને દુશ્મન દ્વારા કોઈપણ ભૂમિ હુમલાનો સામનો કરવા અને સરહદની અંદર ઘૂસી યુદ્ધ લડવા માટે સંપૂર્ણ તૈયાર છે. સેનાના ટોચના સૂત્રોએ આ માહિતી આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે તૈયાર છે અને આમાં પાકિસ્તાની સરહદની અંદર જવાનો સમાવેશ થાય છે. પુલવામા એટેક પછી જ્યારે સરકાર હવાઈ હુમલો કરવા સહિતના વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી હતી ત્યારે સેના પ્રમુખે સરકારને તેમના દળની તૈયારીઓ વિશે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું છે કે જનરલ રાવતે સોમવારે નિવૃત્ત સૈન્ય અધિકારીઓના જૂથ સાથે બંધ બારણે વાતચીતમાં જણાવ્યું હતું કે બાલાકોટ હુમલા પછી ભારતીય સેના પાકિસ્તાની સેના દ્વારા કોઈ આક્રમકતાનો સામનો કરવા દરેક રીતે તૈયાર હતી.
જનરલ રાવતની ટિપ્પણી અંગે ખુલાસો કરતાં સૈન્ય અધિકારીએ કહ્યું કે સેના પ્રમુખ એમ કહેવાની કોશીશ કરી રહ્યા હતા કે સેના પાકિસ્તાનની સરહદ પર યુદ્ધ કરવા તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2016 માં ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ 11,000 કરોડ રૂપિયાના ઓર્ડનન્સ ખરીદી કરારને અંતિમ રૂપ આપ્યું હતું અને તે પહેલાથી તેમાંનું 95 ટકા મળી ચૂક્યુ છે.
પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની સરહદ પર બાલાકોટ નજીક જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી તાલીમ કેન્દ્ર પર બોમ્બ મારો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને ભારતીય સૈન્ય મથકો પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો પણ વાયુસેનાએ તેની યોજનાઓનો નિષ્ફળ બનાવી હતી