અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું. જેમાં તેમણે આ સમગ્ર મામલે પોતાની વાત રાખી. મહત્વનું છે કે, અયોધ્યા ચુકાદાને દેશભરમાંથી આવકાર મળી રહ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અયોધ્યા પર કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. જેની પાછળ સેંકડો વર્ષનો એક ઇતિહાસ રહ્યો છે. સમગ્ર દેશની આ ઇચ્છા હતી કે આ મામલે કોર્ટમાં દરરોજ સુનાવણી થાય અને આજે ચુકાદો આવી ગયો છે. વર્ષો સુધી ચાલેલ ન્યાય પ્રક્રિયા અને તે પ્રક્રિયાનું સમાપન થયું છે. સમગ્ર દુનિયા માનતી હતી કે ભારત દુનિયાનો સૌથી લોકતાંત્રિક દેશ છે. ચુકાદો આવ્યા બાદ જે પ્રકારે દરેક વર્ગના લોકોએ ખુલ્લા દિલથી તેનો સ્વીકાર કર્યો છે, ભારતની પરંપરા બતાવે છે.