એર ઈન્ડિયા (Air India) બાદ હવે ઈન્ડિગો (IndiGo)ની બે ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. આ ફ્લાઈટોની સુરક્ષા તપાસ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ ફ્લાઈટ મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી, જેનો નંબર 6E56 છે, તેને બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. તે જ સમયે, બીજી ધમકી મુંબઈથી મસ્કત જઈ રહેલી ફ્લાઈટ નંબર 6E1275 ને આપવામાં આવી છે. બંને ફ્લાઈટની સુરક્ષા તપાસ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે.