Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં લોકડાઉન હોવા છતા કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ પછી હવે ગાંધીનગરમાં કોરોના બોમ્બ ફાટ્યો છે. સમગ્ર ગુજરાતમાં પોઝિટિવ કેસોના મામલે ગાંધીનગર ચોથા ક્રમે આવે છે. તેને જોતા હવે અમદાવાદ પછી ગાંધીનગરને પણ સંપૂર્ણ બંધ કરવામાં આવશે. આજે સાંજે 6 વાગ્યાથી 17મી મે સુધી કલોલ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ગાંધીનગરમાં સંપૂર્ણ તાળાબંધીના સમાચાર મળતાં લોકો બહાર નીકળ્યા છે. શાકભાજી અને કરિયાણું લેવા લોકોએ લાઇન લગાવી દીધી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો વધ્યા છે તેથી ત્યાં પણ તાળાબંધીનો ઉલ્લંઘન ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કલોલની હિંમતલાલ પાર્ક સોસાયટીમાંથી 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાવોલ, ઝુંડાલ, છાલા અને રાંધેજા ગામમાં પણ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં એક દિવસમાં 14 કેસ વધી ગયા છે. અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ 110 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમાં 40 કેસ ગાંધીનગર શહેરના છે.

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક કોરોનાવાયરસના કેસો વધતા વહીવટીતંત્રએ આકરા પગલાં ભર્યા છે. ગાંધીનગર જિલ્લાના અમદાવાદની સરહદ ઉપર આવેલા અડાલજ, વાવોલ, ઝુંડાલ, કુડાસણ, ભાટ, કોટેશ્વર અને નાના ચિલોડા ગામોને સદંતર લોકડાઉન કરવામાં આવ્યા છે. તાળાબંધી દરમિયાન દૂધ અને દવા અને મેડિકલ સેવા ચાલું રહેશે આ સિવાય કોઈપણ કામ અર્થે ગ્રામજનોને બહાર ન નીકળવા માટેની અપીલ જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ