ગૌતમ અદાણી અને તેની કંપનીઓની દુનિયા હલાવ્યા બાદ હવે હિંડનબર્ગે ટ્વિટર ફાઉન્ડર જેક ડોર્સીની દુનિયા હલાવવાનું શરૂ કર્યુ છે. હિંડનબર્ગનો નવો રિપોર્ટ હવે જેક ડોર્સીને લઈને આવી રહ્યો છે. હિંડનબર્ગે સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીના નેતૃત્વમાં પેમેન્ટ ફર્મ બ્લોક ઈન્ક કંપની પર યુઝર્સની સંખ્યા વધારીને દેખાડવાનો આરોપ લગાવ્યો છે.