દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ સીએમ આતિશીએ આજે પોતાનું રાજીનામું સુપરત કર્યું. મળતી માહિતી મુજબ, દિલ્હીના સીએમ આતિશી આજે સવારે 11 વાગે રાજ નિવાસ પહોંચ્યા અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું હતું.