નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 900 કરોડ રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં પણ ભારતીય નૌકાદળ, ગુજરાત ATS અને NCBએ ગુજરાતના દરિયાકાંઠેથી 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું. આ કેસમાં આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.