કોંગ્રેસ ર્વિંકગ કમિટીની બેઠક આખરે ઠેરની ઠેર સાબિત થઈ હતી. સાત કલાકના હાઇપ્રોફાઇલ અને પોલિટિકલ મેલોડ્રામા બાદ કોંગ્રેસીઓએ સોનિયા ગાંધીને જ વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષા ચૂંટયા હતા. બીજી તરફ એવું પણ નક્કી કરવામાં આવ્યું કે, આગામી છ મહિનામાં કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે, સોનિયા ગાંધીને બદલે કાયમી અને મજબૂત કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવામાં આવે તેવી માગ કોંગ્રેસમાં ઊઠી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત ૨૩ નેતાઓએ આ અંગે સોનિયા ગાંધીને જ પત્ર લખ્યો હતો. આ પત્ર આવતાની સાથે જ સોનિયા ગાંધીએ તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઓફર કરી હતી. સોમવારે સવારે સીડબ્લ્યૂસીની બેઠકમાં પણ તેમણે તમામ જવાબદારીઓ છોડી દેવાની અને કોંગ્રેસના નવા નેતા પસંદ કરવાની ઓફર કરી હતી અને સાંજે તેમને જ ફરીથી કોંગ્રેસના સંચાલનની કામચલાઉ જવાબદારી સોંપવામાં આવી હતી.