વિશ્વ હિંદુ પરિષદમાં 52 વર્ષમાં પહેલીવાર ચૂંટણીઓ યોજાઈ રહી છે. 14 એપ્રિલે ગુરુગ્રામ ખાતે યોજાનારી વીએચપીની ચૂંટણીમાં તેના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની ભૂમિકા નક્કી થવાની છે. વીએચપીના અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ તોગડિયાના સ્થાને આરએસએસની પસંદગીના વી. કોકજે વીએચપીના અધ્યક્ષ બને તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.