નલિયાકાંડ મુદ્દે ભેખડે ભરાયેલી ગુજરાત સરકારે તપાસ પંચની જાહેરાત કરી હતી પણ બે મહિનાનો સમય વીતી ચૂક્યો હોવા છતાં પંચ રચાયું નથી. નલિયાકાંડની તપાસ માટે સરકારે 16 માર્ચે પંચ રચવાની જાહેરાત કરી હતી, પણ હજુ પંચનું જાહેરનામું સુદ્ધાં પ્રસિદ્ધ કર્યું નથી. ભાજપે નલિયાકાંડમાં ચમરબંધીને નહીં છોડાય તેવું કહેલું પણ આ પ્રકરણની તપાસમાં ‘’ગતિશીલતા” નથી.