કોરોના મહામારી વચ્ચે હિમાલયમાંથી ફૂંકાઇ રહેલા કાતિલ ઠંડા પવનો ઉત્તર અને પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોને ધ્રુજાવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે નવેમ્બર મહિનામાં છેલ્લા ૧૭ વર્ષની સૌથી કાતિલ ઠંડી નોંધાઇ હતી. ૨૦૦૩ પછી પહેલીવાર નવેમ્બર મહિનામાં દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગગડી ગયું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીની સફદરજંગ ઓબ્ઝર્વેટરી ખાતે રવિવારે લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી નોંધાયું હતું. નવેમ્બર ૨૦૦૩માં દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૧ ડિગ્રી નોંધાયું હતું. પાલમ વેધર સ્ટેશન ખાતે ઠંડીનો પારો ૬.૧ ડિગ્રી પર રહ્યો હતો. દિલ્હીમાં ૨૮ નવેમ્બર ૧૯૩૮ના રોજ અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન ૩.૯ ડિગ્રી નોંધાયું હતું.