રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની પાંચ દિવસની જન સંઘર્ષ યાત્રા પૂરી થઈ હતી. એ વખતે સચિન પાયલટે ગેહલોત સરકારને ભ્રષ્ટાચાર સામે ૧૫ દિવસમાં પગલાં ભરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો ભાજપની વસુંધરા રાજેના ભ્રષ્ટાચાર સામે પગલાં નહીં ભરાય તો ૧૫ દિવસ પછી પાયલટે રાજ્યભરમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી.