એક એવી વસ્તુ જેનો ભાવ 14 વર્ષથી વધ્યો નથી. મોંઘવારીના મારમાં તેનો વજન થોડો ઓછો જરૂર થયો છે, પરંતુ તેની કિંમત (Price) વધી નથી. પરંતુ હવે 14 વર્ષના સમયગાળા બાદ 1 રૂપિયામાં મળતી માચિસનું બોક્સ મોંઘું થવા જઈ રહ્યું છે. આગામી મહિનાથી માચિસની ડબ્બી 2 રૂપિયામાં મળશે.
પાંચ મુખ્ય માચિસ ઉદ્યોગના પ્રતિનિધિઓની સર્વસંમતિથી 1 ડિસેમ્બરથી માચિસની કિંમત 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી વખત માચિસની કિંમતમાં સંશોધન 2007 માં થયું હતું, ત્યારે તેની કિંમત 50 પૈસાથી વધીને 1 રૂપિયા કરવામાં આવી હતી. માચિસની કિંમતમાં વૃદ્ધિનો નિર્ણય ગુરૂવારે શિવકાશીમાં ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચિસની બેઠકમાં લેવામાં આવ્યો હતો.