ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોનું આંદોલન અંતે ૧૪ મહિના પછી ગુરુવારે પૂરું થયું હોવાની સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી. મોરચાએ કહ્યું કે, ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણાં સ્થળેથી ૧૧મી ડિસેમ્બરથી ઘરે જવાનું શરૂ કરશે. કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની સાથે ટેકાના ભાવ (એમએસપી), મૃતકોને વળતર અને ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા સહિતની ખેડૂતોની તમામ માગણીઓ સ્વીકારી લેતો સત્તાવાર પત્ર આપ્યા પછી આ આંદોલન ખતમ થયું છે.