કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે એક રેલીમાં નાગાલેન્ડના લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વ નીચેની કેન્દ્ર સરકાર દાયકાઓથી ચાલી રહેલી શાંતિ મંત્રણા વહેલામાં વહેલી તકે, રાજ્યના પ્રશ્નોનું સમાધાન લાવશે. આ સાથે તેઓએ તેમ કહ્યું હતું કે, પૂર્વ નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન (ઇએનપીઓ)ના પ્રશ્નોનું સમાધાન પણ શોધીશું (તે અલગ માગણી કરી રહ્યું છે, તે વિષે પણ ઉકેલ લાવવાની આગામી એનડીપીપી- ભાજપ સરકારની જવાબદારી છે.