આફ્રિકાના દેશ કેમરુનમાં બનેલી એક હિચકારી ઘટનામાં સ્કૂલમાં ઘૂસીને કેટલાક બંદુકધારીઓએ કરેલા અંધાધૂધ ફાયરિંગમાં આઠ બાળકોના મોત થયા છે.
મળતી વિગતો પ્રમાણે આ હુમલામાં બીજા 12 બાળકો ઘાયલ થયા છે.આ પૈકીના 6ની હાલત વધારે ગંભીર છે.કારણકે બંદુકધારીઓએ તેમને અત્યંત નજીકથી ગોળીઓ મારી હતી.પોલીસના કહેવા પ્રમાણે નવ બંદુકધારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.મરનારા બાળકોની વય નવ વર્ષથી 12 વર્ષની વચ્ચેની છે.