અફઘાનિસ્તાનમાંથી ભારત માટે પરેશાન કરતા સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનના પત્રકારોએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહેલા 150 લોકોનું તાલિબાનના ફાઇટરોએ અપહરણ કરી લીધું છે. અફઘાન પત્રકારો પ્રમાણે અપહરણ કરવામાં આવેલા મોટાભાગના લોકો ભારતીય છે. તેમની સાથે અફઘાનિસ્તાનના નાગરિકો અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખો પણ સામેલ છે. ભારત સરકાર તરફથી આ સમાચાર અંગે કોઈ જ પુષ્ટિ કરી નથી. વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકાર આ અંગે માહિતી મેળવી રહી છે.