અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાને એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. આ વખતના હુમલામાં તાલિબાને રાષ્ટ્રપતિ અશરફ ઘનીની રેલીને નિશાન બનાવી હતી. રાષ્ટ્રપતિ અશરફ ઘનીની ચૂંટણી સભા નજીક એક જોરદાર બોંબ વિસ્ફોટ થયો હતો જેમાં 47 લોકોનાં મોત થયાં હતાં તથા 30 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા હતા. સદનસીબે તાબિલાની હુમલામાં રાષ્ટ્રપતિનો વાળ પણ વાંકો થયો નહોતો. તાલિબાને આ બોંબ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. કાબુલની ઉત્તરે આવેલા પારવાન પ્રાંતની રાજધાની ચરિકારમાં અશરફ ઘની જ્યારે રેલીને સંબોધી રહ્યાં હતા ત્યારે તાલિબાનના એક આત્મઘાતી બોંબરે પોતાની જાતને ઉડાવી મૂકી હતી. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યાંક વધી શકે છે. ઘનીના પ્રચાર પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ સહીસલામત છે. પારવાનમાં પ્રાંતીય ગર્વનરના પ્રવક્તા વહિદા શહકારે કહ્યું કે રેલી સ્થળના પ્રવેશદ્વાર પર આત્મઘાતી બોંબરે પોતાની જાતને ઉડાવી મૂકી હતી.