અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે. દાનિશ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. થોડાક દિવસોથી તેઓ કંધારમાં ઊભી થયેલી સ્થિતિને કવર કરી રહ્યા હતા. રોયટર્સના અહેવાલ મુજબ, શુક્રવારે દાનિશ તાલિબાન અને અફઘાન આર્મીની વચ્ચેના યુદ્ધને કવર કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની હત્યા થઈ છે. દાનિશ ભારતમાં રોયટર્સ પિક્ચર્સ ટીમના પ્રમુખ પણ હતા.
અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મમૂદે શુક્રવારે આ વાતની જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી છે. મળતી જાણકારી મુજબ, દાનિશ સિદ્દીકીની હત્યા સ્પિન બોલ્ડક જિલ્લામાં થઈ છે. આ જિલ્લો પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલો છે. હત્યા કોણે કરી અને તેનું કારણ શું હતું, આ વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી.