અફઘાનિસ્તાનથી અમેરિકાની અશાંત વાપસી પર સતત ટીકાનો સામનો કરી રહેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને (Joe Biden) દેશને સંબોધિત કર્યું. અમેરિકાનું છેલ્લું C-17 પ્લેન કાબુલથી પરત ફર્યાના 24 કલાક બાદ, બાઇડને અમેરિકાના સૌથી લાંબા યુદ્ધને ખતમ કરવા અને 31 ઓગસ્ટની સમય મર્યાદાથી પહેલા તમામ અમેરિકન સૈનિકોને પરત બોલાવી લેવાના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો. ભારતીય સમય મુજબ, મંગળવાર મધ્યરાત્રિએ આપેલા પોતાના સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, મારું માનવું છે કે, આ યોગ્ય, બુદ્ધિપૂર્વકનું અને સર્વોત્તમ નિર્ણય છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ હવે સમાપ્તથઈ ગયું છે. યુદ્ધને ખતમ કરવાના મુદ્દાનો સામનો કરનારો ચોથો રાષ્ટ્રપ્રમુખ છું....મેં તેને ખતમ કરવા માટે અમેરિકોને વાયદો કર્યો અને પોતાના વાયદાનું સન્માન પણ કર્યું. વ્હાઇટ હાઉસના એક ભાષણમાં તેમણે કહ્યું કે, હું આ યુદ્ધને હંમેશા માટે આગળ નહોતો વધારવાનો.