ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં અનેક મકાનોમાં લાંબી તિરાડો પડી ગઇ છે. આ સમગ્ર વિસ્તાર જમીનમાં સરકી રહ્યો હોવાથી મકાનોમાં તિરાડો પડી રહી હોવાનો લોકો દાવો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર આ વિસ્તારને ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી ચુકી છે અને મુખ્યમંત્રી પુષ્કર ધામીએ લોકોને ખાતરી આપી છે કે જેમના પણ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે તેમને બજારની કિમતના આધારે જ વળતર આપવામાં આવશે, ઓછુ વળતર નહીં આપીએ.