નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (એનટીએ) સપ્ટેમ્બરમાં આયોજિત થનારી નીટની પરીક્ષા માટે એડવાઇઝરી જારી કરીને વિદ્યાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટસ્ટિંગના નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું છે. જેઈઈ મેઇન પરીક્ષા ૧-૬ સપ્ટેમ્બરે તથા નીટની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે લેવાશે તથા લગભગ ૧૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. એડવાઇઝરી અનુસાર આખી પરીક્ષાને ટચ ફ્રી કરી દેવામાં આવી છે. સાથે સાથે ઉમેદવારોને રિપોર્ટિંગ માટે ટાઇમ સ્લોટ પણ આપવામાં આવશે અને તમામ સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓના તાપમાનની પણ ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો દેખાશે તો તેમનેઔઆઇસોલેશન રૂમમાં બેસાડીને પરીક્ષા લેવાશે. પરીક્ષા કેન્દ્રમાં એક પછી એક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે જોકે તે પહેલાં વિદ્યાર્થીઓએ તેમના એડમિટ કાર્ડ, સરકારી ફોટો ઓળખપત્ર દેખાડવા પડશે. ૧૫થી ૨૦ મિનિટમાં આ આખી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. ત્યાર બાદ ફરી વાર વિદ્યાર્થીનું તાપમાન માપવામાં આવશે. આટલી તપાસ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓને રૂમ નંબર અને બેઠક નંબરની જાણ કરવામાં આવશે.