દેશના તમામ નાગરિકોને કોરોનાવાયરસનો બૂસ્ટર ડોઝ હવે ફ્રીમાં મળશે. જોકે આ વેક્સિનેશન ડ્રાઇવ માત્ર 75 દિવસો સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉઝવણી કરી રહ્યું છે. આથી આઝાદીના અમૃત અવસર પર આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 જુલાઇ 2022થી આગામી 75 દિવસ સુધી 18 વર્ષના નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાને વારંવાર રસીકરણ પર ભાર મૂક્યો છે. આજે ફરી એકવાર એવું લાગે છે કે બુસ્ટર ડોઝની જરૂર છે. તેમણે કહ્યું કે સરકાર વૈજ્ઞાનિક રીતે નિર્ણયો લે છે, નિર્ણય પોતાની રીતે નથી લીધો. આ નિર્ણય કોઈપણ રાજકીય લાભ કે નુકસાન વિના લેવામાં આવ્યો હતો. તેને બજેટની વસ્તુ તરીકે જોવાને બદલે મોટી વસ્તીના લાભ માટે જોવી જોઈએ. જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના છે જેઓ સરકારી હોસ્પિટલમાં બૂસ્ટર ડોઝ મેળવશે તેમને વિનામૂલ્યે આપવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યું, દેશવાસીઓને વિનંતી છે કે તેઓ કોરોનાનો બૂસ્ટર ડોઝ લઇ લે. કોરોના બૂસ્ટર ડોઝ દેશના તમામ સરકારી કેન્દ્રો પર ઉપલબ્ધ થશે.