શિવ સેના (ઉદ્ધવ બાબાસાહેબ ઠાકરે જુથ)ના નેતા સંજય રાઉતે ગઈકાલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને આદિત્ય ઠાકરે બંને અગ્રીમ યુવા નેતાઓ છે, તેઓ દેશને નેતૃત્વ આપવા માટે સમર્થ પણ છે. આદિત્ય ઠાકરે પદયાત્રામાં જોડાયા તે સંબંધે રાઉતે આ મંતવ્ય આપ્યું હતું.
પોતે શા માટે આ પદયાત્રામાં જોડાયા તે વિષે સ્પષ્ટતા કરતાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે 'ભલે અમારી વચ્ચે કેટલાક મુદ્દાઓ અંગે મતભેદો હોય પરંતુ લોકશાહી અને સંવિધાન પણ ભયમાં છે, તેથી હું ભારત જોડો યાત્રામાં જોડાયો ૅૅૅૅછું.'