આજે ૨૦૨૩ની ૫, સપ્ટેમ્બર, મંગળવારેવહેલી સવારે આદિત્ય-એલ ૧ અવકાશયાનની પૃથ્વી ફરતેની બીજી ભ્રમણ કક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ટેકનિકલ પ્રક્રિયા સફળ રીતે થઇ છે. આદિત્ય-એલ ૧ અવકાશયાન સૂર્યના સંશોધનામક અભ્યાસ માટેનો પહેલો પ્રયોગ છે. આદિત્ય-એલ ૧ અવકાશયાન ૨૦૨૩ની ૨, સપ્ટેમ્બરે બપોરે ૧૧ઃ૫૦ વાગે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ દ્વારા સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટે તરતું મૂકાયું છે. આદિત્ય-એલ૧ અવકાશયાન ખરેખર તો વેધશાળાની કામગીરી કરશે.