દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને 'રાષ્ટ્રપત્ની' કહેવા મામલે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ભાજપ દ્વારા આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા માફી માગવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીને નોટિસ પાઠવી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે ગુરૂવારના રોજ કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીને નોટિસ પાઠવીને વ્યક્તિગતરૂપે આયોગ સમક્ષ રજૂ થવા માટે જણાવ્યું છે. સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહેવા મામલે લેખિતમાં સ્પષ્ટીકરણ આપવા નિર્દેશ આપ્યો છે. આયોગે ચૌધરીના નિવેદન મામલે સુનાવણી માટે આગામી બુધવારે સવારે 11:30 કલાકનો સમય નિર્ધારિત કર્યો છે.