કેન્દ્ર સરકાર નવી એપ્લીકેશન લોન્ચ કરી રહી છે, જેમાં તમારે નાણાની ચુકવણી માટે સ્માર્ટફોનની જરુર નહીં પડે. જરુરી છે માત્ર- તમારું બેંક ખાતું આધાર નંબર જોડાયેલું હોય. આ વ્યવસ્થામાં દુકાનદાર પાસે સ્માર્ટફોન અને બાયોમેટ્રીક સ્કેનર મશીન હોવું જરુરી છે. ફિંગરપ્રિન્ટ સેંસરવાળો મોબાઈલ ફોન હશે તો સ્કેનરની પણ જરુર નહીં રહે. આ વ્યવહારમાં હાલ પુરતો કોઈ સર્વિસ ચાર્જ નહીં લાગે.