યુઆઈડીએઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અજય ભૂષણ પાંડેએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પાવર પાઉન્ટ પ્રેઝન્ટેશન કરતાં જણાવ્યું છે કે આધાર ડેટાની સુરક્ષા માટે 2048-એનક્રીપ્શન કીનો ઉપયોગ કરાયો છે. આ સુરક્ષા અભેદ છે અને હેકરો તેમાં ઘૂસણખોરી કરી શકતાં નથી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સમક્ષ પાંડેએ જણાવ્યું હતું કે સુપર કમ્પ્યુટરથી પણ તેને હેક કરતાં 13 અબજ વર્ષ લાગે.