આધારકાર્ડ ફરજિયાત છે, પણ તંત્ર કાઢી દેતું નથી. જેમ કે કોટડાસાંગાણી તાલુકાના શિશકના બાવનજી સાગપરિયાએ આધારકાર્ડ માટે અરજી કરી. પણ ન મળ્યું. ધક્કા ખાઈને થાક્યા. CM, PMને લખ્યું. પણ કંઈ વળ્યું નહીં. અંતે મામલતદારને લખ્યું કે આધારકાર્ડ આપો અથવા ઈચ્છામૃત્યુ. અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયો. તરત જ તંત્રએ ઘરે જઈને આધારકાર્ડ પહોંચાડી દીધું.