કેન્દ્ર સરકારે 3 ડઝન જેટલી સ્કીમો માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી દીધું છે. સરકારે સૂચના આપી છે કે આધાર ન ધરાવતા હોય તેવી વ્યક્તિ 30 જૂન સુધી અરજી કરી શકે છે. આ સમયગાળા સુધી વૈકલ્પિક દસ્તાવેજથી લાભ મળી શકશે. ટૂંક સમયમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળની 84 યોજનાઓમાં આધાર ફરજિયાત બનાવી દેવાશે, તેમ અધિકારીએ જણાવ્યું.