લોકસભા ચૂંટણી તૈયારીઓ વચ્ચે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરની એમપી-એમએલએ કોર્ટે હથિયારોની તસ્કરીના જૂના કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. હથિયારોની તસ્કરીના કેસમાં આરોપી 22 લોકોમાં તેમનું નામ પણ સામેલ હતું.