સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવનારા પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા સુવિધાઓમાં ઉત્તરોતર વધારો કરાઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે એ માટે તંત્રએ એક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતી કોઈ પણ પ્રકારની સહાયતા માટે 1800-233-6600 ટોલ ફ્રી નંબર પર પ્રવાસીઓને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સંપૂર્ણ માહિતી મળી જશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ વહીવટદાર નિલેશ દુબેએ જણાવ્યું હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આવ્યા બાદ પ્રવાસીઓ મોટી કતારો જોઈને નિરાશ થાય છે. તો એવા સમયે આ મોબાઈલ એપ્લિકેશન ઉત્તમ રહેશે, સમય વેડફાય વિના તુરંત ટિકિટ બુક કરાવી શકશો. આ એપ્લિકેશનથી પોતાનાં પસંદગીની તારીખ અને સમયે ટિકીટ બૂકિંગ કરાવ્યા બાદ PDF ફોર્મેટમાં કયુઆર કોડ ટિકીટ મોબાઇલ પર મળી જશે, અને ખાસ આ ટિકિટની પ્રિન્ટ કરાવવાની કોઇ જ જરૂર નથી. પ્રવેશ સ્થળે માત્ર મોબાઇલમાં રહેલ સોફટ ટિકીટ બતાવવાથી જ કયુઆર કોડ સ્કેન થશે અને પ્રવાસીને સરળતાથી પ્રવેશ મળી શકશે.ડીઝીટલ ઇન્ડિયાનું PM મોદીના સ્વપ્નને પરિપૂર્ણ કરવા મેનેજમેન્ટનો એક પ્રયાસ.
ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને STATUE OF UNITY OFFICIAL એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને બાદમાં OTP જનરેટ થશે,ત્યારબાદ આપ આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાશે.