અદાણી ગ્રુપ વિશે અમેરિકી રિસર્ચ કંપનીનાં સ્ફોટક રિપોર્ટ બાદ છેલ્લા દોઢ મહિનાથી ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે હવે ભારતનાં આ ટોચના ગ્રુપ દ્વારા સીમેન્ટ બીઝનેશનો 4 થી 5 ટકા હિસ્સો વેંચીને 3600 કરોડ રૂપિયા એકત્રીત કરવામાં આવે તેવા સંકેત સાંપડયા છે. અદાણી ગ્રુપ વિશેની અનેકવિધ આશંકા દુર કરીને ઈન્વેસ્ટરોનો વિશ્ર્વાસ જીતવા માટે જુદા જુદા કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે