અદાણી હિંડનબગર્વિવાદને લઈને સરકાર પરના પ્રહારો વધારે આકરા બનાવતા કોંગ્રેસે સંસદથી લઈને સડક સુધી રાષ્ટ્રવ્યાપી દેખાવ કર્યા હતા. વિપક્ષના આકરા વલણના લીધે સંસદના બજેટ સત્રમાં સળંગ ત્રીજા દિવસે કામગીરી ઠપ્પ રહી હતી. વિપક્ષા લોકસભા અને રાજ્યસભા બંનેમાં કોઈપણ પ્રકારની સંસદીય કાર્યવાહી જ થવા દીધી ન હતી. વિપક્ષે રાષ્ટ્રપતિના ભાષણનો આભાર પ્રસ્તાવ પણ સંસદમાં પસાર થવા દીધો નથી. ૧૭ વિપક્ષોએ સંસદની બહાર મહાત્મા ગાંધીના સંકુલ સામે દેખાવ કર્યા હતા.