ગૌતમ અદાણી અને તેમની કંપની પર લાગેલા આરોપો પર અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મામલામાં દેશના સૌથી મોટા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે અમેરિકી તપાસમાં ગૌતમ અદાણી ચાર્જશીટમાં આરોપી નથી.