વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પ્રથમ વખત અદાણી-અંબાણીને લઇને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે. મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસ અને રાહુલ ગાંધી અદાણી-અંબાણી મુદ્દે કેન્દ્ર સરકાર પર અનેક વખત આરોપો લગાવી ચુક્યા છે. જોકે હવે અચાનક જ આરોપો લગાવવાનું બંધ કરી દીધુ છે. કોંગ્રેસે લોકો વચ્ચે સ્પષ્ટતા કરવી જોઇએ છેલ્લા પાંચ વર્ષથી શેહઝાદા (રાહુલ ગાંધી) અદાણી-અંબાણીને લઇને સરકાર પર આરોપો લગાવતા હતા, ગાળો આપતા હતા પણ હવે કેમ ચુપ છે?. શું અદાણી-અંબાણી સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસે કોઇ ડીલ કરી છે? ટેમ્પો ભરીને રૂપિયા લીધા છે.