અડાલજ પાસે આવેલી માણેકબા કૃષિ વિદ્યાલયના શિક્ષકે વિદ્યાર્થીનીઓની સાથે છેડતી અને બિભત્સ કોમેન્ટો કરી હોવાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ભોગ બનનાર વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, શિક્ષક રામાભાઈ પટેલ રિશેષમાં અને મેદાનમાં જ્યારે વિદ્યાર્થીનીઓ હાજર હોય ત્યારે તેઓને અડપલાં અને બિભત્સ કોમેન્ટ કરતા હતા. અડાલજ પોલીસ સ્ટેશનના PI ડી.એ. ચૌધરીએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.