કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન નેતા કુમારસ્વામી ફરી ચર્ચામાં છે. ભાજપની સરકાર પડી ભાંગી તે સાથે સોશ્યલ મીડિયામાં રાજનીતિની સાથે સાથે તેમની પત્ની રાધિકા ટ્રેન્ડ કરી રહી છે. છ વર્ષ અગાઉ સાઉથની એક્ટ્રેસ રાધિકા સાથે કુમારસ્વામીના ગુપચૂપ લગ્નના સમાચાર સામે આવ્યા હતા. કર્ણાટકમાં હવે કુમારસ્વામી સરકાર રચી શકે છે ત્યારે તેમની પત્ની રાધિકા અંગે પણ સોશ્યલ મીડિયામાં ચર્ચા જાગી છે.