કન્નડ અભિનેત્રી અને આઈપીએસ અધિકારીની દિકરી રાન્યા રાવની બેંગલુરૂ એરપોર્ટ પર દાણચોરીના 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ એજન્સીઓ સમક્ષ રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર પણ દાણચોરીનું સોનું ઉતાર્યું હોવાની કબૂલાત કરી હોવાનું કસ્ટમનાં સૂત્રોએ જણાવ્યું છે. રાન્યા રાવ પોતે અમદાવાદ એરપોર્ટ પર નહોતી ઉતરી પણ તેની સાથે સંકળાયેલા મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હોવાનું તેણે કબૂલ્યું છે.