મહાભારત સિરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની અંધેરીની હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનના સમાચાર સુરેન્દ્ર પાલે આપ્યા હતા. તેમના અંતિસ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
આજે ફરી એકવાર ટેલિવિઝનની દુનિયામાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વરિષ્ઠ અભિનેતા ગૂફી પેન્ટલનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. ગૂફી પેન્ટલ છેલ્લા કેટલાક દિવસોથી હૃદય અને કિડનીની બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગૂફી પેન્ટલ ઘણા શોમાં નજર આવ્યા હતા. જો કે તેમને મુખ્યત્વે 'મહાભારત'માં શકુની મામાની ભૂમિકાથી ઓળખ મળી હતી. તેમના નિધનના સમાચારથી ટીવી જગત શોકમાં છે.