બોલિવૂડની ફિલ્મોમાં નોંધપાત્ર કામ કરી ચૂકેલા પાકિસ્તાની અભિનેતા અલી ઝફરે અચાનક પોતાનો અસલ રંગ બતાવતાં બોલિવૂડમાં સન્નાટો છવાઇ ગયો છે. 14 ફેબ્રુઆરીએ જમ્મુ કશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગેના પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદનને અલી ઝફરે ખુલ્લેઆમ ટેકો જાહેર કરતાં સ્વાભાવિક રીતે જ બોલિવૂડના એના આશ્રયદાતા ફિલ્મ સર્જકોને આઘાત લાગ્યો હતો.
બોલિવૂડના એક પ્રવક્તાએ કહ્યું છે કે, અલીના આવા વર્તનની અમે અપેક્ષા રાખી નહોતી. એ જાણે છે કે પોતે શું કરી રહ્યો છે? આખી દુનિયાને ખબર છે કે પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે. પુલવામામાં કરવામાં આવેલો આત્મઘાતી હુમલો લશ્કરી હૉસ્પિટલમાં રહેલા મસૂદ અઝહરે કરાવ્યો હોવા છતાં ઇમરાન ખાને પાકિસ્તાનનો આ હુમલામાં કોઇ હાથ નથી તેવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને અલી ઝફરે ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો હતો.
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝના ચીફ એડવાઇઝર અને ફિલ્મ સર્જક અશોક પંડિતે કહ્યું હતું કે, પાકિસ્તાની કલાકારોનું આવું વલણ પહેલેથી રહ્યું છે. તે લોકો બેવડાં ધોરણો ધરાવે છે.