મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી રણજીત પાટીલે એક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નવવિવાહિત મહિલાઓને વર્જિનિટી ટેસ્ટ માટે બાધ્ય કરવા બદલ કંજરભાટ સમુદાયની જાત પંચાયત સામે પગલાં લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રેપ, યૌન ઉત્પીડનના કિસ્સાઓમાં પણ હસ્તક્ષેપ કરવા બદલ કાર્યવાહી કરાશે. શિવસેનાની એક મહિલા ધારાસભ્યએ આ પરંપરા વિરૂદ્ધ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.