રાજ્યમાં પાણીની કારમી તંગીની પરિસ્થિતિ વચ્ચે મોટરથી પાણી ખેંચનારાઓ સામે કડક પગલાં લેવા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ભૂજ સહિતના શહેરો અને નગરોમાં ગેરકાયદે રીતે પાણી ખેંચનારાઓ સામે કડક પગલાં લેવાશે. રાજકોટમાં પાણી ચોરી કરનારાઓને ઝડપી લેવા ખાસ ટીમ બનાવવામાં આવી છે. પાણીચોરોને ઝડપી પગલાં લેવાઈ રહ્યાં છે.